AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબ્રુઆરીએ અમદાવાદના મોંઘેરા મહેમાન બનવાના છે. આ દિવસે જ ટ્રમ્પ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મળીને બપોરે 4.00 વાગ્યે મોટેરા ખાતે નવનિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે. ત્યારબાદ જેમ તાજેતરમાં અમેરિકાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'હાઉડી મોદી' કાર્યક્રમ યોજાયો હતો તે તર્જ પર જ અમેરિકન પ્રમુખ માટે 'કેમ છો, ટ્રમ્પ' કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ટ્રમ્પ સ્ટેડિયમમાં ઉપસ્થિત 1 લાખથી પણ વધુ લોકોને સંબોધન કરશે. આશરે બે કલાક ચાલનારા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી પણ કરાવાશે તેવી ચર્ચા છે.

Amdavad News

Amdavad Radios