કોરોના વાયરસ / આજે ટ્રાયલ માટે અમદાવાદ આવશે કો-વેક્સિન રસી, બીજી બાજુ CM રૂપાણીએ જણાવ્યો વિતરણ પ્લાન
આજે સાંજે 5 વાગ્યે કોરોના પર ટ્રાયલ માટેની કો-વેક્સિન ઈન્ડિગો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવશે. વેક્સિનને એરપોર્ટથી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાશે. ત્યારે ICMRની ગાઈડલાઈન પ્રમાણે નિયત તાપમાનમાં વેક્સિન રખાશે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિન રાખવા વિશેષ રૂમ ઊભો કરાયો છે. અગાઉ 3 હજાર જેટલા ટ્રાયલ કરવા માટે આયોજન કરાયું હતું. હવે વ્યવસ્થાને આધિન 1 હજાર સ્વયં સેવકો પર ટ્રાયલ કરાશે.