AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

કોરોનામાં અનેક પરિવાર લોકડાઉનમાં પરિવાર સાથે ઘરમાં બંધ થયા હતા. પરંતુ અમદાવાદની એક માતા પોતાનો 8 મહિનાનો દીકરો સામે હોવા છતાં તેને સ્પર્શ કરી શકી નહોતી. ગત વર્ષે માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં લોકડાઉન લાગુ થયું હતું. કડક લોકડાઉનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસને શિરે હતી. જેને કારણે અનેક પોલીસકર્મીઓ પરિવાર અને મિત્રોથી દૂર રહીને દિવસ રાત ખડે પગે ફરજ બજાવી રહ્યા હતા. આ દરમિયાન અનેક પોલીસ કર્મી મહિલાઓ પણ પરિવારને છોડીને 12-12 કલાક ખડેપગે રહી ફરજ નિભાવી રહી હતી. આજે વાત અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા છાયા પરમારની. તેઓ 8 મહિનાના બાળકને ફીડિંગની જરૂર હોવાછતાં હું એક માતા તરીકે નહોતા આપી શકતા.

Amdavad News

Amdavad Radios