VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

હવામાન વિભાગ દ્વારા વડોદરામાં ગરમીનું ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે શહેરની મુખ્ય ગણાતી સયાજી (SSG) અને ગોત્રી હોસ્પિટલમાં ખાસ સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે. 30 બેડ અને 50 કુલરની સુવિધા આ બંને હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે કુલ 30 બેડનો સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. દર્દીઓને વોર્ડમાં ગરમીથી રાહત મળે તે માટે તંત્ર દ્વારા ખાસ 50થી વધુ કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલમાં અત્યારે રોજના સરેરાશ 10 દર્દીઓ ગરમીની અસરોને કારણે સારવાર માટે આવી રહ્યા છે, જ્યારે ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસમાં 2 ગંભીર દર્દીઓ દાખલ થયા છે. .......

Vadodara News

Vadodara Radios