VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

રાજ્ય શિક્ષણ વિભાગે અનેક વાલીઓને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું સર્ટિફિકેટ રજૂ કરવુ ફરજિયાત નથી. કોઈપણ બાળક પ્રી-સ્કૂલના સર્ટિફિકેટ વિના પણ ધોરણ 1માં પ્રવેશ મેળવી શકશે. પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના અભાવે પ્રવેશ નકારી શકાશે નહીં. રાજ્ય શિક્ષણ વિભાગે આ અંગેનો મહત્વપૂર્ણ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને મોકલી આપ્યો છે. RTE Act-2009 મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની નિયત ઉંમર જ માન્ય રહેશે. પ્રી-સ્કૂલ પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ અથવા પ્રમાણપત્રના અભાવે કોઈ બાળકનો પ્રવેશ નકારી શકાશે નહીં. જો કોઈ શાળા પ્રી-સ્કૂલ સર્ટિફિકેટના નામે પ્રવેશમાં અવરોધ ઉભો કરશે તો સંબંધિત શાળા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ........

Vadodara News

Vadodara Radios