VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો પર્દાફાશ કર્યો છે. બાળ તસ્કરી નેટવર્કમાં થાણેની હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 દિવસના બાળકને ત્રણ લાખમાં વેચવા જઈ રહેલા બે શખ્સને ઝડપી પાડ્યા છે. અત્યારસુધી કુલ 9 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. વડોદરામાં બાળ તસ્કરીના કેસમાં એક ડોક્ટર ઝડપાયો છે. AHTUની તપાસમાં થાણેના અંબરનાથ વિસ્તારમાં આવેલી બાલાજી અને નઝમા હોસ્પિટલમાં તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન ડૉ. સચિન દેવ નાગનાથ લોખંડેને ઝડપી પાડવામાં આવ્યો છે. બાળકો વેચતી ગેંગ સાથે સાંઠગાંઠ હોવાનું સામે આવ્યું છે. પકડાયેલો આરોપી વિરુદ્ધ અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે. સમગ્ર મામલે આરોપી સચિનદેવના રિમાન્ડ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. .......

Vadodara News

Vadodara Radios