SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

તક્ષશિલા અગ્નિકાંડના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે સુરતના 14 વર્ષીય કિશોરે એક અનોખુ ડિવાઇસ બનાવ્યું છે. જેનાથી આગનું વિકરાળ સ્વરુપ બનતા અટકાવી શકાય. મકાન કે ફેકટરીમાં આગ લાગતાની સાથે જ સેન્સર મશીનથી જે તે માલિકને મોબાઇલ ફોનથી એલર્ટ કરી દેવામાં આવશે. સાથોસાથ જો કોઇ વ્યકિત પાસે મોબાઇલ ફોન ન હોય તો તેને સીધો ઇ મેઇલ દ્વારા જાણ કરી દેવામાં આવશે. સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 22 લોકોના કરુણ મોત નીપજ્યાં હતા. આગના વિકરાળ સ્વરુપે લોકોના જીવ લઇ લીધા હતા. ત્યારે આ આગને વિકરાળ સ્વરુપ બનતા અટકાવવા માટે સુરતના 14 વર્ષીય શિવ પાનીકમે એક અનોખુ ડિવાઇસ બનાવ્યું છે. આ ડિવાઇસ આગ લાગતાની સાથે જ સાયરન એલાર્મ તો વગાડશે પણ સાથે સાથે ડિવાઇસ ધારકને આગ લાગી હોવાનો મેસેજ રીંગ મારફતે મોકલશે. જો તમારી પાસે ફોન ન હોય તો તમને આ એલાર્મ ઇમેલ થ્રુ પણ આપવામાં આવશે. 

Surat News

Surat Radios