letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:18 AM
Monday, December 16
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

દક્ષિણ ગુજરાતમાં સુરત, બારડોલી સહિતનાં શહેરોમાં ઝોમેટો-સ્વિગીની આડમાં ફૂડ ડિલિવરીમેનો દારૂની ડિલિવરી કરી રહ્યા હોવાનો ઘટસ્ફોટ દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં થયો છે. દિવ્ય ભાસ્કરની ટીમે આ જાણકારી મળ્યા પછી ચકાસણી માટે સતત એક મહિના સુધી વિવિધ સ્થળે સ્ટીંગ ઑપરેશન હાથ ધર્યું હતું. જ્યાં દારૂબંધી નથી એવા રાજ્યોમાં પણ ન હોય એવી સર્વિસ જ્યાં દાયકાઓથી દારૂબંધી છે એવા ગુજરાતમાં આપવામાં આવી રહી છે.ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં જુદા જુદા દિવસે અને સમયે છ અલગ અલગ જગ્યાએ ઝોમેટો-સ્વિગીના ડિલિવરીમેનને દારૂનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેમણે ઘર, ઑફિસ, રૉ-હાઉસ, મામલતદાર કાર્યાલય અને હૉસ્પિટલમાં દારૂ-બીયરની ડિલિવરી કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે ડિલિવરીમેનોએ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પણ બિન્ધાસ્તપણે દારૂની ડિલિવરી કરી હતી. ડિલિવરી કરનારે દાવો કર્યો હતો કે સુરત કે બારડોલી સહિતની જગ્યાએ માગો ત્યારે ડિલિવરી કરી દેવાય છે. ઝોમેટો-સ્વિગીનો ડ્રેસ અને બેગ હોવાથી પોલીસ શંકા કરતી નથી. જેનો લાભ લઈને દારૂની હેરાફેરી કરાય છે.બારડોલીની મામલતદાર કચેરીમાં દારૂની ડિલિવરી કરી સ્ટિંગમાં ભાસ્કરની ટીમે પહેલા ફૂડનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ડિલિવરી મેન આવ્યો ત્યારે તેને દારૂની ડિલિવરી થશે કે કેમ એ અંગે પૃચ્છા કરી હતી... જવાબમાં ડિલિવરીમેને બારડોલીની મામલતદાર કચેરીમાં દારૂની ડિલિવરી કરી હતી. અન્ય દિવસે બીજા એક ડિલિવરીમેને પોલીસ સ્ટેશનમાં પોતાની બેગમાંથી દારૂની બોટલ કાઢીને આપી હતી.

Surat News

Surat Radios