letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:50 AM
Sunday, January 26
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સેન્ટ્રલ જીએસટી વિંગે બોગસ બિલિંગના કેસમાં શરૂ કરેલી તપાસમાં મોડી સાંજે 20થી વધુ કંપનીઓ પર એકસામટી તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં રૂ.600 કરોડથી વધુના બોગસ બિલિંગનો કેસ સામે આવ્યા છે. હજુ તો થોડા દિવસ પહેલાં જ જીએસટી ડિપાર્ટમેન્ટે બ્લૂ મૂન ટેક્સટાઈલ, ક્લાસિક ઈન્ડસ્ટ્રિઝ અને એફ.એસ ટેક્સટાઈલ પર રેડ કરીને બોગસ ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ પકડી પાડ્યા હતા. વધુ તપાસ માટે આ કંપની સાથે વ્યવહાર રાખનારી પાર્ટીઓની વિગતો મેળવવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 40 કરોડની ટેક્સચોરી થઈલિસ્ટના આધારે કંપનીઓમાં તપાસ શરૂ કરી દેવાઈ હતી. જેમાં સ્ટાર ટ્રેડિંગ, લક્ષ્મી એન્ટરપ્રાઈઝ, સાબર ટ્રેડર, અધોક ટ્રેડિંગ અને કબીર એન્ટપ્રાઈઝ પર તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્ટાર ટ્રેડિંગને રૂ.133 કરોડ રૂપિયાના બિલ આપ્યા હોવાની ઘટના સામે આવી હતી. આમાંથી કેટલીક કંપની તેમના ત્યાં કામ કરનારાઓના નામે રજિસ્ટ્રડ હોવાની વાત પણ સામે આવી છે. સમગ્ર તપાસમાં ઘટના સામે આવી છે કે, જે 3 કંપનીઓ સામે તપાસ હાથ ધરાઈ હતી તેમણે બોગસ બિલના આધારે ક્રેડિટ ક્લેઈમ કર્યુ છે. બોગસ બિલિંગના આધારે કરવામાં આવેલી ક્રેડિટની વસુલાતમાં 40 કરોડ રૂપિયાની ટેક્સચોરી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે.

Surat News

Surat Radios