letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
1:25 AM
Sunday, January 26
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

વહેલી સવારે રાજસ્થાન પોલીસ એનજીઓ અને સુરત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પુણાની સીતાનગર સોસાયટીમાંથી 138 બાળશ્રમિકોને મુક્ત કરવામાં આવ્યા. મોટા ભાગના બાળકો પાસેથી સાડીમાં જરી-સ્ટોન લગાડવાનું કામ કરાવવામાં આવતું તેમજ વળતરરૂપે મહિને 2500 થી 4500 તેમજ બં ટંકનું ખાવાનું દેવામાં આવતું. રેસ્ક્યૂ કરવામાં આવેલા 138 બાળશ્રમિકોની માહિતી મેળવવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે જ રાજસ્થાનથી આવેલી ટીમને અન્ય જગ્યાએ પણ એક રૂમમાં 25 જેટલાં બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી હતી. માસૂમોની કથની બે મહિના પહેલા પરિવારને 5-6 હજાર આપવાનું કહી નૌરતન નામના શેઠ મને રાજસ્થાનથી સુરત લાવ્યો. અમે જમવાનું જાતે બનાવીએ છીએ. 12 કલાક કામ કરાવાય છે. દિવસ-રાત સાડીમાં જરી-સ્ટોન લગાવવા કહેવામાં આવતું. મહિને 2500 રૂપિયા આપવાનું કહી મને સુરત લાવ્યા. 3 વર્ષ પહેલા માતા-પિતાનું અવસાન થયું છે. 3 બહેન અને 1 મોટો ભાઇ છે. ફોટોગ્રાફરે ફોટો પાડી દીધો હતોજેથી રાજસ્થાન અને સ્થાનિક પોલીસ બાળકોને મુક્ત કરાવવા પોલીસની ગાડી અને પ્રાઇવેટ કારમાં બે ટીમ રવિવારે બપોરે 12 વાગ્યે વિજયનગર સોસાયટીમાં છાપો મારવા નીકળી હતી. બન્ને ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં ત્યાં હાજર ફોટોગ્રાફરે બપોરે 12:05 કલાકે રૂમમાં કામ કરતાં બાળશ્રમિકોનો ફોટો પાડી લીધો હતો. ગંધ આવી જતાં ત્યાં હાજર એક વ્યક્તિએ દરવાજો બહારથી બંધ કરી રૂમની પાછળના દરવાજાથી બાળકોને ભગાવી દીધાં હતાં. દરમિયાન 12:25 કલાકે પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે રૂમમાં હાજર વ્યક્તિએ ત્યાં કોઈ બાળક કામ ન કરતા હોવાની કેફિયત રજૂ કરી હતી. જોકે, અગાઉથી હાજર ફોટોગ્રાફરે તેની પાસે બાળક કામ કરતા હોવાનો ફોટો બતાવતાં તેણે બાળકોને પાછળના દરવાજેથી રવાના કરી દીધા હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ તપાસ દરમિયાન એક બાળક મળી આવ્યો હતો. જોકે, તરત જ બાળકના પિતા અને મામા સામે આવી ગયા હતા અને બાળક સુરત ફરવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. એક મહિના પહેલા બસ ઝડપી હતીઉદયપુર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્સ્પેક્ટર શ્યામસિંગ ચારણે જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે, ઉદયપુર અને આસપાસનાં આદિવાસી બાળકોને શ્રમકામ માટે સુરત અને અમદાવાદ લઈ જવાઇ છે. એક મહિના પહેલાં રાજસ્થાનમાં શંકાસ્પદ એક બસને અમે આંતરી હતી ત્યારે 25 બાળકો મળી આવ્યાં હતાં. ત્યાં બાળકોથી જે માહિતી મળી એ જાણી અમે ચોંકી ગયા હતા. બાળકોને લાવનારાઓ પાસેથી માહિતી મળી હતી કે, સુરતનાં પુણામાં ઘણાં બા‌ળશ્રમિકો છે. આ કેસમાં હજી ગુનો અહીં દાખલ કર્યો નથી. તમામને રાજસ્થાન લઈ જઈ…

Surat News

Surat Radios