letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
2:54 AM
Saturday, September 25
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

સૌરાષ્ટ્રથી પરિવાર સાથે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ગામે આવીને વસેલાં જમનાબેન નકુમ દ્વારા અથાક પરિશ્રમ કરીને ગૌશાળા ઊભી કરી છે. માત્ર બે ચોપડી ભણેલાં જમનાબેન અને તેમના પરિવારે કોઠાસૂઝથી નાના પાયે ગૌશાળાની શરૂઆત કરી હતી. આજે તેમની ક્રિષ્ના નામની ગૌશાળામાં નાની-મોટી મળીને 70 જેટલી ગીર ઓલાદની ગાયો છે, જેના થકી સવાર-સાંજ 170 લિટર જેટલું દૂધ એકઠું કરવામાં આવે છે. ગૌશાળામાંથી એકઠા થયેલા શુદ્ધ ગીર ગાયના દૂધને પરિવારના સભ્યો સુરતમાં ઘરે ઘરે લોકો સુધી પહોંચાડે છે, જેથી વાર્ષિક તેમની આવક 20 લાખથી વધુની થઈ રહી છે. જાત મહેનતથી ગૌશાળા નમૂનેદાર બનાવીમૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના વતની નકુમ જમનાબેન મગનભાઈ છ વર્ષ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ટૂકેદ ખાતે આવીને ભાડાપટ્ટા પર જમીન રાખીને ગૌશાળાની નાના પાયે શરૂઆત કરી હતી, જોકે પરિવારની આગવી સૂઝ અને જાત મહેનતને કારણે જમનાબેન અને તેમનો પરિવાર ઘાસચારો જાતે વાવવાથી લઈને ગાયોની દેખરેખ સારી રીતે રાખતાં હોવાથી આજે ગૌશાળા નમૂનેદાર બનવાની સાથે સાથે 70 જેટલી ગાયોની સંખ્યા થઈ ગઈ છે, જેમાંથી 20 જેટલી ગીર ગાયો દૂઝણી છે, જ્યારે 32 જેટલી વાછરડીઓની સંખ્યા સાથે તમામ નાની-મોટી થઈને 70 જેટલી ગાયો થઈ ગઈ છે.

Surat News

Surat Radios