SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

નેચરલ હીરાના કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વ વિખ્યાત સુરતે હવે આર્ટિફિશિયલ (લેબગ્રોન) હીરામાં પણ પોતાનો એકાધિકાર સ્થાપવા તરફ આગળ વધી રહ્યું છે. પાછલા થોડા સમયમાં લેબગ્રોન ડાયમંડની નિકાસ 304 ટકા વધી છે. અગાઉ શહેરમાં માત્ર 20 હીરા વેપારીઓ લેબગ્રોન હીરા સાથે સંકળાયેલા હતા. હવે તેની સંખ્યા 800ને પાર થઈ ગઈ છે. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે કોરોનાકાળ ફાયદાકારક સાબિત થયો છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના આંકડા મુજબ બે વર્ષ પહેલાં સુરતમાંથી લેબગ્રોન હીરાની નિકાસ નામમાત્રની હતી, જે આજે ત્રણ ગણી વધી ગઈ છે. નાણાકીય વર્ષ 2019-20ના શરૂઆતના ચાર મહિના એપ્રિલથી જુલાઈ દરમિયાન સુરતનો લેબગ્રોન ડાયમંડની નિકાસ 121 મિલિયન યુએસ ડોલર હતી જે વર્ષ 2021-22ના શરૂઆતના ચાર મહિનામાં 369 મિલિયન યુએસ ડોલર પર પહોંચી ગયો છે.

Surat News

Surat Radios