letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
9:16 PM
Sunday, September 20
VADODARA'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Vadodara News

વડોદરામાં બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ પરિસ્થિતિમાં પાણીપુરીની પૂરીઓ બનાવતા વેપારીઓ સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ડી-માર્ટ નજીક આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પૂરીઓ બનાવવાના સ્થળોએ ભારે ગંદકી અને અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું. પાલિકાની ટીમે સ્થળ પર તપાસ કરતાં પાણીપુરીની પૂરીઓ બનાવવા માટે 50થી વધુ ચૂલા-ભઠ્ઠીઓ ઉભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આરોગ્ય વિભાગ અને દબાણ શાખાની ટીમે આ તમામ ચૂલા-ભઠ્ઠીઓને જમીનદોસ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પૂરીઓના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતું અસ્વચ્છ અને હાનિકારક રો-મટિરિયલ પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું.  

Vadodara News

Vadodara Radios