AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા યોજાઈ છે. નગરના નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે નાથના ઓવારણા લેવા, વ્હાલાના વધાવવા માટે આખુય શહેર જાણે હિલોળે ચડ્યુ હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. શહેરીજનોનો ઉત્સાહ ક્યાંય સમાઈ નથી રહ્યો. જે-જે રૂટ પરથી રથયાત્રા નીકળી રહી છે ત્યાં હજારો ભક્તો નાથને નિહાળવા રાહ જોઈ રહ્યા છે. આ રથયાત્રાની ખરી શોભા એટલે ગજરાજ. જેમને રથયાત્રાનું પહેલુ આમંત્રણ મળે છે. તેમના દ્વારા જ પ્રથમ પ્રસ્થાન કરવામાં આવે છે. આ રથયાત્રામાં 18 ગજરાજ જોડાા છે. 30 જેટલા અખાડાના કરતબ બાજો અદ્દભૂત કરતબો બતાવી રહ્યા છે અને ભાવિકોને આકર્ષી રહ્યા છે. .....  

Amdavad News

Amdavad Radios