AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

અમદાવાદ એરપોર્ટ ફરી એકવાર સોનાની દાણચોરીના પ્રયાસને કારણે ચર્ચામાં આવ્યું છે. કસ્ટમ વિભાગે શારજાહથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી અંદાજે ₹84 લાખની કિંમતનું 499 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કરીને મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનામાં ભાવનગરના 31 વર્ષીય મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુસાફરે સોનાની ચેઇન પોતાના ગળામાં પહેરી હતી અને તેને ચાલાકીપૂર્વક હાઇ નેક સ્વેટરની આડમાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કસ્ટમ અધિકારીઓની સક્રિયતા અને સતર્કતાને કારણે આ દાણચોરીનો પર્દાફાશ થયો હતો. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કરીને મુસાફર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ........

Amdavad News

Amdavad Radios