letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
7:28 PM
Sunday, September 20
AMDAVAD'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Amdavad News

જો તમે તમારા પરિવારને કોઈ મોટીદાટ હોટલ કે ફાઈવ સ્ટાર હોટલમાં ડીનર અથવા લંચ માટે લઈ જાવ છો. તો આ વખતે તમારા પરિવારને એક એવી સરપ્રાઈઝ આપો કે અહી ગયા પછી તેઓ વારંવાર આ સ્થળે આવવાની વાત કરશે. અહીના ફુડની સાથે તમને સ્વાતંત્ર્ય સેનાનીઓએ સાબરમતી જેલમાં વિતાવેલા ઐતિહાસિક સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ પણ જોવા મળશે.અમદાવાદના આર.ટી.ઓ. સર્કલ ખાતે સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓ દ્વારા સંચાલિત અતિ લોકપ્રિય ‘જેલ ભજિયા હાઉસ’નો કાયાકલ્પ થયો છે. અઢી કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન ગાંધી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટ તરફ જતા માર્ગ પર સ્થિત આ ઐતિહાસિક ફૂડ આઉટલેટને અઢી કરોડથી વધુના ખર્ચે ત્રણ માળનું નવું ભવન બનાવી નયનરમ્ય ‘હેરિટેજ લૂક’ આપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ રાજ્યના જેલ ડીજીપી ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ પૂર્ણ થવાના આરે છે.આ નવપ્રકલ્પનો મુખ્ય હેતુ કેદીઓમાં રહેલા કૌશલ્યને પ્રોત્સાહન આપી સમાજમાં તેમના સુધારણા અને પુનર્વસન પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે.

Amdavad News

Amdavad Radios