letstalk-city.com
letstalk-Gujarat

Emergency

cloudy
4:53 AM
Wednesday, June 24
SURAT'S PREMIUM DIGITAL MAGAZINE
To better serve you, we are implementing significant upgrades on our sites. You may experience inconsistency in accessing some sections.
Plesae bear with us until we have completed upgrade process.

Surat News

ગુજરાત રાજ્યમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ, નકલી શૂઝ પછી હવે બ્રાન્ડેડના નામે નકલી વોશિંગ પાઉડરનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. સુરતમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરના નામે મોટા પ્રમાણમાં નકલી પાઉડરનો ખેલ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડતા નકલી પાઉડરના વેચાણનો આખો કારોબાર ઝડપાયો છે. નકલી વોશિંગ પાઉડરના ગોરખધંધાનો પર્દાફાશ સુરતમાં નકલી વોશિંગ પાઉડરના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બ્રાન્ડેડ એરીયલ પાઉડર નામે શખ્સો નકલી પાઉડર બનાવતા હતા. મોટા વરાછાથી આઉટર રિંગરોડ તરફના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા. એરીયલ કંપનીના મેનેજર અને ઉત્રાણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ગોડાઉનમાંથી મોટી માત્રામાં નકલી વોશિંગ પાઉડરનો જથ્થો ઝડપાયો છે. એરીયલ કંપનીના પાઉડરના ડબ્બા, સ્ટીકર અને બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. ઉત્રાણ પોલીસ દ્વારા 3 શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે. ........

Surat News

Surat Radios